મહિલા સશક્તિકરણના મહત્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો ભાર
Live TV
-
નરેન્દ્ર મોદીએ દિલ્લીના દ્વારકામાં રામલીલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણના મહત્વ પર ભાર આપ્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દ્વારકા સ્થિત ડીડીએ મેદાનમાં આયોજીત દશેરા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તીર છોડીને રાવણના પૂતળાનું દહન કર્યું હતું. દેશભરમાં પારંપરિક શ્રદ્ધા અને ધૂમધામથી દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીના દ્વારકામાં રામલીલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણના મહત્વ પર ભાર આપ્યો હતો. આ ઉપરાંત તેમણે સ્ત્રી શક્તિની હિંમતને મનાવવા આહ્વાન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અપીલ કરી હતી કે તેઓ પોતાના અંદરના રાવણને ખતમ કરે. ત્યારે જ તહેવારોની ઉજવણી સાર્થક થશે. આ ઉપરાંત તેમણે સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિકના વપરાશ માટે પૂર્ણ રીતના પ્રતિબંધમાં સામૂહિક યોગદાનનું આહ્વાન પણ કર્યું હતું.
પીએમ મોદીને મંચ પર ગદા ભેટ કરવાની સાથે જ પાઘડી પહેરાવવામાં આવી હતી. તેમને ભગવાન રામ સાથે જોડાયેલા ચિહ્ન પણ ભેટ આપવામાં આવ્યાં હતાં. પીએમ મોદીએ સામૂહિક રીતે પડકારોનો સામનો કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે આ પહેલા ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાનું વિધિવત પૂજન કર્યું હતું. તેમણે દિવાળી પર લક્ષ્મીના રુપમાં દીકરીઓનું સન્માન કરવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેનાના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.