માંડ-માંડ બચ્યા કેન્દ્રીય મંત્રી, કારે ટ્રકને મારી ટક્કર, ષડયંત્રની વ્યક્ત કરી આશંકા
Live TV
-
કેન્દ્રીય મંત્રી હેગડે એ કહ્યું કે તેમની કારને જાણીજોઇને ટક્કર મારવાની કોશિષ કરાઇ છે.
કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે મંગળવાર રાત્રે એક અકસ્માતમાં માંડ માંડ બચી ગયા. કર્ણાટકના હલગેરીમાં તેમના કાફલાને એસ્કૉર્ટ કરી રહેલા એક કારને એક ટ્રકે ટક્કર મારી દીધી. હેગડે એ આરોપ મૂકયો છે કે તેમની કારને જાણી જોઇને ટક્કર મારવાની કોશિષ કરાઇ છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે તેમની પાછળ કોઇ મોટું ષડયંત્ર હોઇ શકે છે. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ઘટના રાત્રે લગભગ 11:30 વાગ્યે બની છે.
કેન્દ્રીય મંત્રી હેગડે એ કહ્યું કે તેમની કારને જાણીજોઇને ટક્કર મારવાની કોશિષ કરાઇ છે. તેમની કારની સ્પીડ વધુ હોવાથી તેઓ આગળ નીકળી ગયા અને ટક્કર બીજી કારને લાગી ગઇ. હેગડે એ આખી ઘટનાનો ઉલ્લેખ ટ્વિટર પર કરતા લખ્યું કે તેમનો એક સ્ટાફ આ ટક્કરમાં જોરદાર ઘાયલ થયો છે. તેનો ખભો તૂટી ગયો છે. તેમણે સ્થળ પરનો એક વીડિયો પણ અપલોડ કર્યો છે.
અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ ટ્રકના ડ્રાઇવરને દબોચી લીધો. તેનું નામ નાસિર છે. તેમણે પોલીસ પાસેથી આશા વ્યક્ત કરી છે કે આખી ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરશે. હેગડે એ કહ્યું કે આરોપી ચાલકની કડકાઈથી પૂછપરચ્છ કરવી જોઇએ.