'મેરા પહેલા વોટ દેશ કે લિએ' અભિયાન આજથી દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ થશે
Live TV
-
સામાન્ય ચૂંટણીઓમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકાર આજથી દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 'મેરા પહેલો વોટ દેશ કે લિયે' અભિયાન શરૂ કરશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય યુવાનોને રાષ્ટ્રના વિશાળ હિતમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવાનો અને મતાધિકારની ઉપયોગીતા સમજાવવાનો છે. આ અભિયાન 6 માર્ચ સુધી ચાલશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા વિનંતી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાઓ અને પ્રથમવાર મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા આહ્વાન કર્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને તેમના સંબંધિત કેમ્પસમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.