Skip to main content
Settings Settings for Dark

મોદી સરકારે બે એરપોર્ટ ટર્મિનલ સહિત પાંચ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આપી મંજૂરી

Live TV

X
  • કેન્દ્રીય કેબિનેટ દ્વારા પાંચ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ, થાણે અને પુણેના મેટ્રો અને બિહાર અને પશ્ચિમ બંગાળમાં નવા એરપોર્ટ ટર્મિનલનો સમાવેશ થાય છે.  બેંગલુરુ મેટ્રોના ફેઝ-3 પ્રોજેક્ટને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત 44.65 કિલોમીટરના બે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, તેમાં 31 સ્ટેશન હશે. તેની અંદાજિત કિંમત 15,611 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

    કેબિનેટે મહારાષ્ટ્રના થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેનું બજેટ 12 હજાર 200 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. તેમાં 22 સ્ટેશન હશે અને તે 29 કિલોમીટર લાંબુ હશે. આ પ્રોજેક્ટ નૌપાડા, વાગલે એસ્ટેટ, હિરાનંદાની એસ્ટેટ અને કોલશેત જેવા થાણેના મહત્વના વિસ્તારોને જોડશે. મહારાષ્ટ્રના અન્ય શહેર પુણે મેટ્રોના ફેઝ-1 પ્રોજેક્ટ હેઠળ, મેટ્રોને સ્વારગેટથી કાત્રજ સુધી વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2,054.53 કરોડ છે. આ સિવાય કેબિનેટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર નવા સિવિલ એન્ક્લેવને મંજૂરી આપી છે.

    આ હેઠળ, સૂચિત નવી સંકલિત ટર્મિનલ ઇમારત 70,390 ચોરસ મીટરમાં ફેલાયેલી હશે. તેની વાર્ષિક ક્ષમતા એક કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1,549 કરોડ રૂપિયા હશે. કેબિનેટે બિહારના પટણાના બિહતામાં નવા સિવિલ એન્ક્લેવ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 1,413 કરોડનો ખર્ચ થશે. આ હેઠળ, 66,000 ચોરસ મીટરમાં ફેલાયેલી નવી સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જે વાર્ષિક 50 લાખ મુસાફરોને સેવા આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply