Skip to main content
Settings Settings for Dark

યુપી સરકારે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે ‘મિશન શક્તિ’ અભિયાન શરૂ કર્યું

Live TV

X
  • ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં જાગૃતિ લાવવા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને નિવારણ માટે 6 મહિના લાબું મહિલા સશક્તિકરણ અભિયાન ‘મિશન શક્તિ’ શરૂ કર્યું છે. બલરામપુરમાં દેવી પાટણ શક્તિપીઠથી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આ અભિયાનની ગઈકાલે શરૂઆત કરી હતી.

    આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સરકાર મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રાજ્યભરના તમામ 75 જિલ્લામાં વિવિધ મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. રાજ ભવન લખનઉ ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલે સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 100 ગુલાબી રંગની સ્કૂટી અને 10 ગાડીઓ સાથે મહિલા પોલીસ વાહનોને ફ્લેગ લહેરાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન ગઈકાલે એટલે કે શરદ નવરાત્રીના પ્રથમ દિવસે શરૂ થયું અને આ મિશન આવતા વર્ષની વસંત નવરાત્રી સુધી ચાલુ રહેશે.
    મિશન શક્તિ અંતર્ગત રાજ્યની મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા, આદર અને આત્મનિર્ભરતા માટેની વિવિધ યોજનાઓ અંગે વિવિધ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અભિયાનના અમલીકરણ અને દેખરેખ માટે સરકાર દ્વારા તમામ જિલ્લામાં મહિલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. માઉ જિલ્લાના નોડલ ઓફિસર ગરીમા યાદવ આ અભિયાનને આત્મવિશ્વાસ પૂરું પાડનાર અને મહત્વનું જણાવે છે કે આ અભિયાન નિશ્ચિતરૂપે સ્ત્રીઓમાં સુરક્ષા અને આદરની લાગણી પ્રગટ કરશે. અભિયાન અંતર્ગત એ તમામ પ્રયત્નો કરવામાં આવશે કે મહિલાઓ તેમના ઘરની બહાર નિશ્ચિત થઇને ડર્યા વગર હરિ ફરી શકે. અભિયાન દરમિયાન મહિલા સશક્તિકરણ જાગૃતિ અંગેના વિવિધ સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply