Skip to main content
Settings Settings for Dark

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ગુરૂવારથી શરૂ થનારી પ્રથમ ફિટ ઇન્ડિયા ક્વીઝના રાજ્ય રાઉન્ડ પહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

Live TV

X
  • ​રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે અગ્રણી રમતવીરો સાથે ગુરૂવારથી શરૂ થનારી પ્રથમ ફિટ ઇન્ડિયા ક્વીઝના રાજ્ય રાઉન્ડ પહેલા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 189 વિશેષ જીલ્લાઓમાંથી 360 શાળાઓ સ્પર્ધામાં ભાગ લેશે.

    અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક વર્ષ અગાઉ ફીટ ઇન્ડિયા અભિયાનમાં સામેલ થવાનું આહ્વાહન કર્યું હતું. આ દ્રષ્ટિકોણને આગળ વધારતાં રમતગમત મંત્રાલય દ્વારા ફીટ ઇન્ડિયા ક્વીઝ, ભારતના સૌપ્રથમ સ્કુલ ફિટનેસ અને રમતગમત પ્રશ્નોત્તરીનો શુભારંભ કર્યો છે. રમતગમત મંત્રીએ પ્રશ્નોત્તરીના પ્રારંભિક રાઉન્ડમાં ભાગ લેનારા બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં પોતાની શાળા, જીલ્લો અને રાજ્યને ગૌરવાન્વિત કરવા જણાવ્યું હતું. ટોક્યો ઓલમ્પિક્સના રજતચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનુ, ટોક્યો પેરાલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા શરદકુમાર, ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બત્રા સહિત ઘણા અગ્રણી ખેલાડીઓએ પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply