Skip to main content
Settings Settings for Dark

રમતગમત મંત્રી માંડવિયાએ મદિકેરીમાં નવોદિત હોકી ખેલાડીઓ સાથે મુલાકાત કરી

Live TV

X
  • કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ, કર્ણાટકના મદિકેરી સ્થિત ભારતીય રમતગમત પ્રાધિકરણ (સાઈ) તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ યુવા હોકી ખેલાડીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે દેશના વિવિધ ભાગોમાંથી પ્રતિભાઓને ઓળખવા અને તેમને નિખારવા પર ભાર મૂકતા ભારતને રમતગમતની મહાશક્તિ બનાવવાની દિશામાં તેને મહત્વનું ગણાવ્યું.

    માંડવિયાએ ખાસ કરીને કોડવા સમુદાયની મહિલા હોકી ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમની પ્રતિભાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, કોડગુ જિલ્લો ભારતીય હોકીનો મજબૂત પાયો નાખનારા ક્ષેત્રોમાંનો એક રહ્યો છે. આ સમુદાયના અનેક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.

    રમતગમત મંત્રીએ કહ્યું કે, દેશમાં રમતગમત માટે વ્યાપક અને મજબૂત માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં પાયાના સ્તરેથી પ્રતિભાઓને આગળ લાવવી એ પ્રાથમિકતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત પાસે પ્રતિભાની કોઈ કમી નથી અને સાચી દિશામાં પ્રયત્નો કરવાથી દેશ વૈશ્વિક સ્તરે રમતગમતમાં મજબૂત ઓળખ બનાવી શકે છે. તેમણે કહ્યું કે, સરકાર રમતગમતના ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. મોટા રમતગમતના આયોજનોની યજમાની પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. માંડવિયાએ આશા વ્યક્ત કરી હતી કે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમો શાનદાર પ્રદર્શન કરશે.

    મદિકેરી સ્થિત સાઈ (એસએઆઈ) તાલીમ કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને અહીં યુવા ખેલાડીઓને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવામાં આવે છે. આ કેન્દ્ર દેશના વિવિધ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો માટે પ્રતિભાઓ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

    માંડવિયાએ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારતા કહ્યું કે, આ યુવા ખેલાડીઓ ભવિષ્યમાં ભારતનું નામ રોશન કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply