રશિયન સેનામાં જોડાવા અંગે ભારતની કડક ચેતવણી
Live TV
-
રશિયન સેનામાં ભારતીય નાગરિકોની ભરતીના અહેવાલો વચ્ચે વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારતીયોને રશિયન સશસ્ત્ર દળોમાં જોડાવા સામે ચેતવણી આપી છે. સરકારે આ માર્ગને જોખમી અને જીવલેણ ગણાવીને તેનાથી દૂર રહેવા અપીલ કરી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કેટલાક લોકો આર્થિક લાભની લાલચમાં રશિયન સેનામાં જોડાવા માટે નોકરીની ઑફર શોધી રહ્યા છે. કેટલાક કિસ્સામાં ભારતીય નાગરિકતા છોડીને રશિયન પાસપોર્ટ મેળવ્યા બાદ સેનામાં જોડાવાના પ્રયાસો પણ સામે આવ્યા છે. મંત્રાલયે બિન-ચકાસાયેલ નોકરીની ઑફર અને એજન્ટોથી સાવચેત રહેવા સલાહ આપી છે.ભારત સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે અને રશિયન સેનામાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા તથા વહેલી તકે પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે.
