રાજકોટથી નીકળેલી ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આજે યાત્રાધામ ખોડલધામ-કાગવડ ખાતે ભવ્ય સમાપન
Live TV
-
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટથી નીકળેલી ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આજે યાત્રાધામ ખોડલધામ-કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું છે. સતત 27 કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું હતું. ખોડલધામ પહોંચતા જ ટ્રસ્ટ દ્વારા અનોખું સ્વાગત કરાયું હતું. પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાને કંકુ તિલક કરી,, ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.
