Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનઃ ઝિકા વાયરસના 29 કેસ નોંધાયા, કેન્દ્રીય ટીમ જયપુર પહોંચી 

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું છે કે, રાજસ્થાન સરકાર દ્વારા ઝિકા વાયરસ વિશે પાઠવવામાં આવેલો અહેવાલ પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઝિકા વાયરસને મુદ્દે ગભરાવવાની કોઈ જરૂર નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે. 

    જયપુરમાં ઝિકા વાયરસના 29 કેસ સામે આવ્યા છે. બિમારીને નિયંત્રણમાં લેવા રાજય સરકારને મદદ કરવા કેન્દ્રીય ટીમ જયપુર પહોંચી ચૂકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને આરોગ્ય સચિવ પૂરી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. 

    વિશ્વના 86 દેશોમાં લોકો ઝિકા વાયરસથી પ્રભાવિત છે. આ બિમારીના લક્ષણ પણ ડેન્ગ્યુ જેવા છે. જયપુરમાં રાજસ્થાનની બહારના બે કેસ સામે આવ્યા છે. હરિયાણા અને બિહારમાં પણ તે હેતુસર સર્વેક્ષણ વગેરેની કામગીરી ચાલી રહી છે. મચ્છર નિયંત્રણના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply