રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 884 કેસ નોધાયા
Live TV
-
દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 884 કેસ નોધાયા, જેની સામે રાજ્યમાં આજે 2688 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 304, વડોદરામાં 158, વડોદરા જિલ્લામાં 44, સુરત શહેરમાં 35, ગાંધીનગર શહેરમાં 23, બનાસકાંઠામાં 22, ખેડામાં 21, ગાંધીનગરમાં 19, કચ્છમાં, મહેસાણામાં 19-19, સુરત જિલ્લામાં 18, આણંદ, રાજકોટમાં 17-17, અમદાવાદ સાબરકાંઠઆમાં 13-13, ભરૂચ, રાજકોટ શહેરમાં 12-12, અરવ્લીલ-દાહોદમાં 11-11 પાટણમાં 10 કેસ નોંધાયા છે.
ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 13 દર્દીનાં કરૂણ મોત થયા છે. અમદાવાદ શહેરમાં 3, વડોદરા શહેરમાં 5, વડોદરા જિલ્લામાં 1, સુરતમાં 2, તાપીમાં 1, જામનગર શહેરમાં 1 મળીને કુલ 13 દર્દીઓનાં મોત થયા છે જ્યારે કુલ 1,68,132 વ્યક્તિઓને આજે કોરોનાની રસી આપવામાં આવી છે.
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 9,378 દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકી 70 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 9308 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1,19,7983 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10851 નાગરિકોનાં મોત થયા છે.
