રાજ્યસભાએ, ઓટીજ્મથી પીડિત લોકો સાથે એકતા વ્યક્ત કરી
Live TV
-
આજે વિશ્વ ઓટીજ્મ જાગૃતિ દિવસ પર, રાજ્યસભાએ બાળકો અને ઓટીજ્મ પીડિત લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆતમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા બાદ, અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, આજે વિશ્વ ઓટીજ્મ જાગૃતિ દિવસ છે. આ પ્રસંગે, આ ગૃહ આ રોગથી પીડિત લોકો સાથે પોતાની એકતા વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે, આ ગૃહ ઓટીજ્મ પીડિત વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. ચાલો આપણે સામૂહિક રીતે એક એવો સમાજ બનાવવાનો સંકલ્પ લઈએ જ્યાં ઓટીજ્મ પીડિત વ્યક્તિઓને સન્માન અને સમાન તકો સાથે સંપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે.