રાજ્યસભાની ચૂંટણી - ઉત્તરપ્રદેશમાં માયાવતીને મોટો આંચકો, અનિંલ સિંહે કર્યુ ક્રોસ વોટિંગ
Live TV
-
રાજ્યસભાની 25 સીટ માટે ચાલી રહ્યુ છે મતદાન
રાજ્યસભાની 25 બેઠકો માટે આજે ચૂંટણી યોજા રહી છે જેમાં યુપીના રસપ્રદ ચિત્ર ઉપસીને સામે આવી રહ્યુ છે..ઉત્તર પ્રદેશમાં 10 રાજ્યસભા સીટો માટે ચાલી રહેલ ચૂંટણી સંગ્રામમાં બસપા સુપ્રીમો માયાવતીને મોટો ઝાટકો લાગ્યો છે. ઉન્નાવની પુરવા સીટ પરથી બસપા ધારાસભ્ય અનિલ સિંહે વોટિંગ પહેલાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ મહારાજજી (યોગી આદિત્યનાથ)ની સાથે છે. મતદાન માટે જતા સમયે અનિલ સિંહે કહ્યું કે મારા અંતરાત્માના અવાજ પર વોટિંગ કરીશ. તેની સાથે જ રાજ્યસભા ચૂંટણીમાં પહેલું ક્રૉસ વોટિંગ થયું છે.વિધાનસભાની બહાર બસપા એમએલએ અનિલ સિંહે કહ્યું કે મેં ભાજપ માટે વોટિંગ કર્યું છે બાકી અંગે મને કંઇ ખબર નથી. તેની સાથે જ સ્પષ્ટ થયું કે ભાજપ, બસપાના ખેમામાં સેંધમારી કરવામાં સફળ રહ્યું.
રાજ્યસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિતના તમામ રાજ્યોમાં વોટિંગ શરૂ થઇ ગયું છે. યુપીમાં રાજ્યસભાની 10મી સીટ માટે ભાજપ અને સપા-બસપાની વચ્ચે ખૂબ ખેંચતાણ ચાલી રહી છે. ક્રૉસ વોટિંગની અટકળોના વચ્ચે સપા નેતા શિવપાલ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટીના કોઇ ધારાસભ્ય તૂટશે નહીં. તો બીજીબાજુ ભાજપ નેતા શ્રીકાંત શર્માએ કહ્યું કે ભાજપના તમામ 9 ઉમેદવાર જીતશે. જો કે સપા નેતા રામ ગોપાલ યાદવે પણ કહ્યું કે કોઇ ક્રૉસ વોટિંગ થશે નહીં, પરંતુ ભાજપ ધારાસભ્ય અમારા પક્ષમાં મતદાન કરશે.