રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મૂર્મુ આજે ગોવા વિધાનસભાને સંબોધિત કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવામાં વિશ્વ વિદ્યાલયના 34મા દિક્ષાંત સમારોહમાં ભાગ લેશે અને ગોવાના રાજભવનમાં રાજ્યના જનજાતિય સમુહોના સભ્યો સાથે વાત કરશે. સાથે સાથે રાષ્ટ્રપતિ પુરવેઇંગ ગોવા વિધાનસભાને પણ સંબોધિત કરશે. આ પહેલા ગઈકાલે રાષ્ટ્રપતિએ ગોવાના શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યાર પછી ગોવાના રાજભવનમાં ગોવા સરકાર દ્વારા આયોજિત નાગરિક અભિનંદન સમારોહમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને વન અધિકાર અધિનિયમ હેઠળ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મંગળવારે ગોવામાં એક કાર્યક્રમમાં દેશની સામે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર પોતાના વિચારો રજૂ કર્યા.
રાષ્ટ્રપતિ મૂર્મુએ ગોવા સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારોહને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ગોવા માટે ગર્વની વાત છે કે તેના લોકોએ યુનિફોર્મ સિવિલ કોડ અપનાવ્યો છે. કોમન સિવિલ કોડ અહીંની કોસ્મોપોલિટન સંસ્કૃતિનું ઉદાહરણ છે, જે ગોવામાં રહેતા તમામ સમુદાયોની મહિલાઓ અને પુરુષોને એકસાથે લાવે છે." સમાન અધિકારો આપે છે. આ સંહિતા આપણા દેશના બંધારણની સૂચનાઓ અનુસાર છે અને તે સમગ્ર દેશ માટે એક સારું ઉદાહરણ છે."
