Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વારાણસીની મહાત્મા ગાંધી વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આનંદી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કુલ 77 હજાર 692 ડીગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ 65 ગોલ્ડ મેડલમાંથી 51 વિદ્યાર્થિનીઓને એનાયત કરવામાં આવ્યા છે.

    આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, કાશી વિદ્યાપીઠના પ્રથમ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોમાં મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, જમના લાલ બજાજ, જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ અને પુરુષોત્તમ દાસ ટંડન જેવા ઇતિહાસ સર્જકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, કાશી વિદ્યાપીઠ આપણા મહાન સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતિક છે. તમામ મેડલ વિજેતાઓને અભિનંદન આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 68 ટકા ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ જીત્યા છે. 

    રાટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીનીઓનું આ પ્રદર્શન વિકસિત ભારત અને વધુ સારા સમાજને દર્શાવે છે.  કાશી વિદ્યાપીઠના શિક્ષકો અને વિદ્યાર્થીઓ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply