રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિજ્ઞાન ભવનમાં 75 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરશે
Live TV
-
શિક્ષકોને આ રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનો ઉદ્દેશ્ય શિક્ષકોના અનન્ય યોગદાનને ઉજાગર કરવાનો છે.
આજે શિક્ષક દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 75 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરશે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકોને આ રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનો ઉદ્દેશ્ય શિક્ષકોના અનન્ય યોગદાનને ઉજાગર કરવાનો છે. એવા શિક્ષકોનું સન્માન કરવાનો છે કે જેમણે પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા ન માત્ર શિક્ષણની ગુણવત્તા સુધારી હોય, પરંતુ તેમના વિદ્યાર્થીઓનું જીવન પણ ઉજ્જવળ કર્યું છે. પુરસ્કાર તરીકે પ્રમાણપત્ર, 50,000 રૂપિયાનું ઇનામ અને સિલ્વર મેડલ પણ આપવામાં આવશે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષા મંત્રાલયનો શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દર વર્ષે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ઉજવણીનું આયોજન કરે છે. જેમાં પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા દેશના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023ના વિજેતાઓ સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુવા દિમાગને આકાર આપવા પ્રત્યેનું તેમનું સમર્પણ અને શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયી છે. શિક્ષકો દેશના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય લખી રહ્યા છે.
