Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉપરાષ્ટ્રપતિ ધનખરના પૂછ્યા ખબર અંતર, ઝડપી સ્વસ્થ થવાની કરી કામના

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના પત્ની ડૉ. સુદેશ ધનખર પાસેથી ઉપરાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી. રાષ્ટ્રપતિ મુર્મૂને ઉપરાષ્ટ્રપતિ ધનખર ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે તે જાણીને આનંદ થયો અને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.

    આ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “એઈમ્સની મુલાકાત લીધી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

    ઉપરાષ્ટ્રપતિને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અસ્વસ્થતા અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ, તેમને 8-9 માર્ચની રાત્રે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.

    જગદીપ ધનખરને AIIMSના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, એક સ્ટેન્ટ પણ ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ઉપરાષ્ટ્રપતિની હાલત હવે સ્થિર છે. તબીબી ટીમ તેમની રિકવરી પર નજીકથી નજર રાખી રહી છે અને તેમની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.

    ધનખરને દાખલ કર્યા પછી, એઈમ્સમાં એક ટીમની રચના કરવામાં આવી છે જે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply