રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગોવાના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજથી ગોવાની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિએ ગોવા પહોંચતા પણજી ખાતેના શહીદ સ્મારકે પુષ્પાજંલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગોવા સરકાર દ્વારા રાજભવન ખાતે આયોજિત થનારા “નાગરિક સત્કાર સમારંભ”માં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પસંદગીના લાભાર્થીઓને વન અધિકાર અધિનિયન હેઠળ “સનદ”નું વિતરણ કર્યુ હતું. આવતીકાલે રાષ્ટ્રપતિ ગોવા યૂનિવર્સિટીના 34મા દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને ગોવાના આદિવાસી જૂથોના સભ્યો સાથે વાતચીત કરશે. આ જ દિવસે સુશ્રી મુર્મુ પોર્વોરીમ ખાતે ગોવા વિધાનસભાને સંબોધિત કરશે.
