રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 30 નવેમ્બર સુધી તમિલનાડુના પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તમિલનાડુના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ મુર્મૂ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 27થી 30 નવેમ્બર સુધી તમિલનાડુના પ્રવાસે હશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા સઘન કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તમિલનાડુની 4 દિવસીય મુલાકાતના ભાગરૂપે વિવિધ સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપવા મંગળવારે નીલગિરિસ જિલ્લાના ઉધગમમંડલમ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોઈમ્બતુરથી અહીં હેલિકોપ્ટર દ્વારા પહોંચવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે રોડ માર્ગે જ મુસાફરી કરવી પડી હતી.
તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજભવન ઉધગમમંડલમ ખાતે આગમન પર સ્વાગત કર્યું. શુક્રવાર, 29 નવેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ મુર્મુ આદિવાસી મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો અને નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણી સભ્યો સાથે ઉદગમમંડલમના રાજભવનમાં વાર્તાલાપ કરશે.
તેમના પ્રવાસના છેલ્લા તબક્કામાં રાષ્ટ્રપતિ 30 નવેમ્બરે તિરુવરુરમાં તમિલનાડુની સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.