રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં 2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે
Live TV
-
લેખક અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારોહમાં વર્ષ 2023 માટેના પદ્મ એવોર્ડ એનાયત કરશે.
એકસો છ પદ્મ એવોર્ડ્સમાંથી 6 પદ્મવિભૂષણ, 9 પદ્મભૂષણ અને 91 પદ્મશ્રી છે. એવોર્ડ મેળવનારમાં 19 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દિલીપ મહાલનોબિસને મેડિસિન બાલ રોગ ક્ષેત્રમાં મરણોત્તર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવશે. સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ વડા મુલાયમસિંહ યાદવને જાહેર ક્ષેત્રમાં યોગદાન માટે મરણોત્તર પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવશે. તબલા વાદક ઝાકીર હુસેનને પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત કન્નડ નવલકથાકાર અને પટકથા લેખક એસએલ ભૈરપ્પા, ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા તથા લેખક અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે.
