રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના આરોપીની દયા અરજી ફગાવી
Live TV
-
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નિર્ભયા ગેંગરેપ કેસમાં એક દોષીની દયા અરજી નામંજૂર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગાઉ દોષી મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી હતી, જેને ફગાવી દેવાઈ છે
૨૦૧૨ ના નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજાના આરોપીઓ પૈકીના એક મુકેશે થોડા દિવસો પહેલા દયાની અરજી કરી હતી.ગૃહમંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી મોકલી હતી જે ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટમાંથી ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી.
પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય, પવન, મુકેશ અને વિનય વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરી દીધું હતું. આ વોરંટમાં કહેવામાં આવ્યું હતું કે, આ આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર ચઢાવવામાં આવશે. ત્યારબાદ બે આરોપીઓ મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે બન્નેની અરજી ફગાવી દીધી હતી.
