રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને ગૃહોને કર્યુ સંબોધન
Live TV
-
કોરોના કાળમાં 80 કરોડ ગરીબોનો 8 મહિના વધુ અનાજ મળ્યુંઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિના સુધી 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ મહિને વધારાનું અનાજ વિના મુલ્યે આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. સરકારે પ્રવાસી શ્રમિકો, કામદારો અને પોતાના ઘરેથી દૂર રહેનારાઓની પણ ચિંતા કરી.
મારી સરકાર દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં છેલ્લા 6 વર્ષોમાં જે કાર્ય કરવામાં આવ્યા, તે કરેલા કામના મોટા ફાયદા આ કોરોના સંકટ દરમિયાન જોવા મળ્યા છે.
રોગચાળાને કારણે શહેરોમાંથી પરત ફરેલા પ્રવાસીઓને તેમના જ ગામમાં કામ આપવા માટે મારી સરકાર દ્વારા છ રાજ્યોમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પણ શરૂ કરાયો. આ અભિયાનથી 50 કરોડ Man-days બરાબર રોજગાર ઉભો થયો.
પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, ન અમે રોકાઈશું ન ભારત અટકશે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
