Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ ડે

Live TV

X
  • રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ ડે: ‘ભારતની સ્ટીલ ફ્રેમ’ ગણાતા સિવિલ સેવકોના સમર્પણનું આજે સન્માન

    આજે સમગ્ર દેશમાં 18મો સિવિલ સર્વિસીસ ડે (નાગરિક સેવા દિવસ) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ રાષ્ટ્રના ઘડતરમાં રાત-દિવસ જોયા વગર મહેનત કરતા અને લોકસેવાને વરેલા સિવિલ સેવકોના યોગદાનને બિરદાવવા માટે સમર્પિત છે.

    શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ?

    સિવિલ સર્વિસીસ ડેની ઉજવણી પાછળ એક ઐતિહાસિક મહત્વ છુપાયેલું છે. ભારત આઝાદ થયા બાદ, 21 એપ્રિલ 1947 (વર્ષ 1946માં પ્રક્રિયા શરૂ થયા બાદ) ના રોજ દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે નવનિયુક્ત વહીવટી અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

    સરદાર પટેલ અને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઈન્ડિયા’

    આ ઐતિહાસિક સંબોધન દરમિયાન જ સરદાર પટેલે સિવિલ સર્વિસિસને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઈન્ડિયા' (ભારતનું પોલાદી માળખું) તરીકે ઓળખાવી હતી. તેમનું માનવું હતું કે જે રીતે સ્ટીલનું માળખું ઈમારતને મજબૂતી આપે છે, તેમ સિવિલ સેવકો દેશની અખંડિતતા, વિકાસ અને વહીવટને મજબૂતી આપે છે.

    દિવસનું મહત્વ અને કાર્યક્રમો

    આ દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને 'પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન' એનાયત કરવામાં આવે છે. સિવિલ સેવકો આ દિવસે પુનઃ સંકલ્પ લે છે કે તેઓ નાગરિકોના કલ્યાણ અને પારદર્શક વહીવટ માટે કટિબદ્ધ રહેશે. બદલાતા સમય સાથે વહીવટમાં નવી ટેકનોલોજી અને નવા વિચારો કેવી રીતે અમલી બનાવી શકાય તે અંગે પણ આ દિવસે ચર્ચાઓ કરવામાં આવે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply