રાહુલ ગાંધીની અધ્યક્ષમાં રાષ્ટ્રીય અધિવેશન કાર્યક્રમ યોજાશે.
Live TV
-
રાજકીય, સામાજિક, આર્થિક, તથા વિદેશનીતિ અને આંતરિક સુરક્ષા સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સૌ પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન નવી દિલ્હી ખાતે મળનાર છે. તા. 16,17,18ના રોજ યોજાનાર આ અધિવેશનમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાતમાંથી આ અધિવેસનમાં 400 થી વધુ કાર્યકરો તથા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના 68 સભ્યો પણ ભાગ લેશે. કોંગ્રેસ દ્વારા આ બેઠકમાં રાજકીય, સામાજિક, આર્થિક, તથા વિદેશનીતિ અને આંતરિક સુરક્ષા સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે આ બેઠક એ કોંગ્રેસ માટે એક રોડમેપ નક્કી કરશે. અને આવનાર ચાર સભ્યની ચુંટણી તથા લોકસભાની ચુંટણી માટે અગત્યની રહેશે.