Skip to main content
Settings Settings for Dark

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ વર્ષ2023-24 માટે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો

Live TV

X
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ વર્ષ2023-24 માટે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉપરાંત ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી (MPC) એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા વિના સર્વસંમતિથી રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે, પરિણામે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત છે.

    તેમણે 6 ડિસેમ્બરથી ચાલી રહેલી MPCની ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ સાત ટકા રહેવાનો અંદાજ છે. ત્રીજા ક્વાર્ટરમાં તે 6.5 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.5 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 6.4 ટકા રહેવાનો અંદાજ છે.

    નોંધનીય છે કે, રિઝર્વ બેંકે સતત પાંચમી વખત પોલિસી વ્યાજ દર રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. છેલ્લી વખત RBIએ ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.50 ટકા કર્યો હતો, ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર આરબીઆઈ અન્ય બેંકોને લોન આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply