રોટોમેક પેન કંપનીના માલિક વિક્રમ કોઠારીનું લોન કૌભાંડ
Live TV
-
બેંકને 8 અબજનું દેવું નહી ચૂકવતા દાખલ થયો કેસ
રોટોમેક પેન કંપનીના માલિક વિક્રમ કોઠારી અને અન્ય વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રોટો મેક પેન કંપનીના માલિકે બેંકને આઠ અબજ રૂપિયાનું દેવું નહીં ચૂકવ્યું હોવાથી ફરિયાદ દાખલ થઈ છે. વિક્રમ કોઠારીએ જે બેંક પાસેથી લોન લીધી હતી તે બેંકોનું વ્યાજ પણ નથી ભર્યું , જેમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર , ઈન્ડિયન ઓવરસીસ, ઈલ્હાબાદ બેંક તેમજ ઓરિયન્ટલ બેંક પાસેથી લોન લીધી હતી.હાલ સીબીઆઈ એ વિક્રમ કોઠારીની પત્ની અને પુત્રની પુછપરછ હાથ ધર ી છે તેમજ બેંકના કેટલાક કર્મચારીઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. કાનપુરમાં સીબીઆઈએ ત્રણ જગ્યાએ દરોડા પાડી તપાસ શરૂ કરી છે.