રોબર્ટ વાડ્રાને ફરી EDનું સમન્સ, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ
Live TV
-
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને EDનું સમન...હરિયાણા જમીન ગોટાળા સાથે જોડાયેલા કેસમાં થઈ રહી છે પૂછપરછ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને બીજીવાર સમન્સ પાઠવ્યું છે. હરિયાણાના શિકોહાબાદ જમીન ગોટાળા સાથે જોડાયેલા કેસમાં પૂછપરછ કરવા માટે રોબર્ટ વાડ્રાને બોલાવવામાં આવ્યા છે. આ પહેલા EDએ તેમને 8 એપ્રિલના રોજ સમન્સ પાઠવ્યું હતું , પરંતુ તેઓ ED સમક્ષ હાજર રહ્યા નહતા. રોબર્ટ વાડ્રાને આજે ફરી એકવાર ED સમક્ષ હાજર થવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. રોબર્ટ વાડ્રા પર એ આરોપ લાગ્યો છે કે, તેમની કંપની સ્કાઈલાઇટ પ્રાઇવેટ લિમિટેડને ગુરૂગ્રામમાં 3.53 એકડ જમીન 7.50 કરોડની કિંમત પર કોલોની ડેવલપ કરવાના નામે આપવામાં આવી હતી, જેને તેમણે બારોબાર વેચી દીધી. તો બીજી તરફ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના જયપુરના નિવાસસ્થાને પણ EDના દરોડા પડ્યા છે.
આ મામલો વર્ષ 2008નો છે. જે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતા. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકડ જમીનને કોમર્શિયલ કોલોનીરૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતા રોબર્ટ વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું, પરંતુ કોલોની વિકસિત કરવાને બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી.
ક્યાં આરોપ પર રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે બોલાવાયા ?
કેસમાં રોબર્ટ વાડ્રા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને DLF યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી, પરંતુ હરિયાણા સરકારે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી આપી નહતી.