લાલકૃષ્ણ અડવાણી બાદ મુરલી મનોહર જોશી પણ ફરીથી ભાજપના સભ્ય બન્યા
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ગુરુવારે પક્ષના સ્થાપક નેતાઓમાં સામેલ લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના સભ્યપદનું નવીકરણ કર્યું અને બંને નેતાઓને ફરીથી પક્ષના સભ્ય બનાવ્યા.
લાલકૃષ્ણ અડવાણી બાદ મુરલી મનોહર જોશી પણ ફરીથી ભાજપના સભ્ય બન્યા છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ગુરુવારે પક્ષના સ્થાપક નેતાઓમાં સામેલ લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના સભ્યપદનું નવીકરણ કર્યું અને બંને નેતાઓને ફરીથી પક્ષના સભ્ય બનાવ્યા.બીજેપી અધ્યક્ષ ગુરુવારે બપોર પહેલાં લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની પાર્ટીનું સભ્યપદ રિન્યુ કર્યું હતું. આ પછી નડ્ડા સાંજે મુરલી મનોહર જોશીના ઘરે ગયા અને તેમને ફરીથી પાર્ટીના સભ્ય બનાવ્યા.
ભાજપના સંસ્થાપક નેતા લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના નાયબ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી પણ રહી ચુક્યા છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો મુરલી મનોહર જોશી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
ભાજપ દેશભરમાં મોટા પાયે રાષ્ટ્રીય સભ્યપદ અભિયાન ચલાવી રહ્યું છે. પાર્ટીએ આ રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનને 'સંગઠન પર્વ સભ્યપદ અભિયાન-2024' નામ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બરે નવી દિલ્હીથી આ અભિયાનની શરૂઆત કરી હતી. ભાજપે એ પણ નક્કી કર્યું હતું કે પાર્ટીના નેતાઓ સૌથી વરિષ્ઠ અને વૃદ્ધ નેતાઓના ઘરે જશે અને તેમને ફરીથી પાર્ટીના સભ્ય બનાવીને તેમનું સભ્યપદ રિન્યુ કરશે.મુરલી મનોહર જોશીને ફરીથી પાર્ટીના સભ્ય બનાવવાની તસવીરો શેર કરતા, જેપી નડ્ડાએ 'અભિયાન' હેઠળ સદસ્યતાના નવીકરણની પર લખ્યું કે તમારું જીવન જનસેવા અને રાષ્ટ્રીય ઉત્થાન માટે સમર્પિત અમારામાંથી ઘણા ભાજપના કાર્યકરો માટે પ્રેરણા છે.
આ પહેલા ગુરુવારે સવારે બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલે પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાના ઘરે જઈને તેમને ફરીથી પાર્ટીના સભ્ય બનાવ્યા.
