Skip to main content
Settings Settings for Dark

લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજૌરીમાં શહીદ થયેલા સૈન્યના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી

Live TV

X
  • લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં શહીદ થયેલા સૈન્યના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી. 

    જમ્મુ અને કાશ્મીરમાં, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે રાજૌરી જિલ્લાના કાંડી જંગલની કેસરી પહાડીઓમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સેનાના જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મળતા અહેવાલ મુજબ એલજીએ કહ્યું કે, સમગ્ર રાષ્ટ્ર બહાદુર શહીદોના પરિવારો સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે અને આભારી રાષ્ટ્ર તેમની અપ્રતિમ બહાદુરી માટે હંમેશા ઋણી રહેશે.

    જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આંતકવાદીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે, વિસ્તારમાં હજી આંતકવાદી છૂપાયા હોવાની શક્યતા છે. હાલ તપાસ અભિયાન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ જવાન શહીદ થયા હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply