લોકસભામાં આજે 'સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષા ઉપકર વિધેયક 2025' પર ચર્ચા
Live TV
-
લોકસભામાં આજે 'સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષા ઉપકર વિધેયક 2025' પર ચર્ચા: પાન મસાલા પર સેસ લગાવવાનો પ્રસ્તાવ
ભારતીય સંસદમાં આજે (4 ડિસેમ્બર, 2025) લોકસભામાં એક મહત્ત્વપૂર્ણ વિધેયક પર ચર્ચા થશે, જેનો હેતુ પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત અન્ય વસ્તુઓના ઉત્પાદન પર વિશેષ 'સેસ' (ઉપકર) લગાવવાનો છે.
આ વિધેયકનું નામ "સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષા ઉપકર વિધેયક ૨૦૨૫" છે.
નાણા મંત્રી રજૂ કરશે મુખ્ય જોગવાઈઓ
ચર્ચા દરમિયાન, નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિધેયકની મુખ્ય જોગવાઇઓ, તેના નાણાકીય પ્રભાવ અને આ સેસમાંથી મળનાર રકમની ઉપયોગીતા ગૃહ સમક્ષ રજૂ કરશે. સરકાર આજે જ આ વિધેયકને લોકસભામાં પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
આ સેસ દ્વારા એકત્રિત થનાર ભંડોળનો ઉપયોગ સંભવતઃ આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા સંબંધિત યોજનાઓ માટે કરવામાં આવશે.
રાજ્યસભામાં સ્થાયી સમિતિના અહેવાલો રજૂ થશે
બીજી તરફ, સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં આજે વિવિધ મંત્રાલયો અને વિભાગો સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આ અહેવાલોમાં મંત્રાલયોના કામકાજ, યોજનાઓની પ્રગતિ, બજેટ ફાળવણીનો ઉપયોગ, નીતિગત કામગીરી અને સુધારાઓ મુદ્દાઓનું મૂલ્યાંકન સામેલ છે.
સંસદનું આ સત્ર બંને ગૃહોમાં મહત્ત્વપૂર્ણ કાયદાકીય અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા માટે નિર્ણાયક બની રહેવાની અપેક્ષા છે.
