Skip to main content
Settings Settings for Dark

લોકસભા અધ્યક્ષ સોમવારે, બે દિવસીય અખિલ ભારતીય ક્ષમતા નિર્માણ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સોમવારે ફરીદાબાદમાં બે દિવસીય અખિલ ભારતીય ક્ષમતા નિર્માણ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે.

    આ કાર્યક્રમ "લિંગ-સંવેદનશીલ શાસન" વિષય પર આધારિત હશે. તેને ફરીદાબાદના તાજ સૂરજકુંડ રિસોર્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ) દ્વારા આયોજિત કરવામાં આવશે. આ રાષ્ટ્રીય કાર્યશાળા મહિલા પ્રતિનિધિઓની રાજકીય ક્ષમતાઓ અને નેતૃત્વ ક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. તેનો ઉદ્દેશ્ય 25 રાજ્યોની 200 થી વધુ મહિલા ધારાસભ્યોને વિશેષ તાલીમ આપવાનો છે, જેથી વિધાયક પ્રક્રિયાઓ, નીતિ-ઘડતર, અસરકારક સંચાર, વાટાઘાટ કૌશલ્ય અને સમાવેશી નેતૃત્વ વિશેની તેમની સમજને સુધારી શકાય.

    આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
apply