લોકસભા સ્પીકરની ચૂંટણી : NDA તરફથી ઓમ બિરલા અને વિપક્ષ તરફથી કે. સુરેશ ઉમેદવાર
Live TV
-
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ 18મી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. બિરલાએ આજે સત્તાધારી ગઠબંધન વતી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કોંગ્રેસના કે. સુરેશે પણ ઉમેદવારી નોંધાવી છે.
લોકસભાની પરંપરા રહી છે કે, અધ્યક્ષની પસંદગી સર્વસંમતિથી થાય છે. આ વખતે વિપક્ષ ગૃહમાં જોરદાર રીતે ઉભરી આવ્યો છે અને ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી રહ્યો છે. સરકાર આ માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં વિરોધ પક્ષ તરફથી કે. સુરેશે પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.
કોડીકુન્નીલ સુરેશ કેરળની માવેલિકારા લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ 1989થી આ સીટ સંભાળી રહ્યા છે. તેમની પાસે લોકસભાનો સૌથી વધુ અનુભવ છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત સાંસદ બન્યા છે. તેમજ કે સુરેશ 2012 થી 2014 સુધી કોંગ્રેસ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. વર્ષ 2018માં તેમને કેરળ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
