વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસની વિદેશ યાત્રા પર લાઓસ જવા રવાના થયા
Live TV
-
ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસની વિદેશ યાત્રા પર લાઓસ જવા રવાના થયા છે. તેઓ લાઓસની રાજધાની વિએન્ટિયાનમાં યોજાનારી 21 મી આસિયાન-ભારત સમિટ અને 19 મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે.
વિવિધ દ્વિપક્ષીય બેઠકો અને વાર્તાલાપ પણ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર લખ્યું કે, આ એક વિશેષ વર્ષ છે. કારણ કે અમે અમારી એક્ટ ઇસ્ટ પોલિસીના એક દાયકાની ઉજવણી કરીએ છીએ, જેણે આપણા દેશને નોંધપાત્ર લાભો આપ્યા છે. મુલાકાત દરમિયાન વિશ્વના વિવિધ નેતાઓ સાથે વિવિધ દ્વિપક્ષીય બેઠકો અને વાર્તાલાપ પણ થશે.
ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે
આ વર્ષે સંમેલનનું યજમાન લાઓસ કરી રહ્યું છે. જે આસિયાનના વર્તમાન અધ્યક્ષ છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત આ વર્ષે એક્ટ ઈસ્ટ પોલિસીનો એક દાયકા પૂર્ણ કરી રહ્યું છે. આસિયાન સાથેના સંબંધો એ એક્ટ ઈસ્ટ પોલિસી અને અમારા ઈન્ડો-પેસિફિક વિઝનનો કેન્દ્રિય આધારસ્તંભ છે. આ પરિષદ અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે અને સહયોગની ભાવિ દિશાને ચાર્ટ કરશે.