વન્ય જીવ સપ્તાહ સમારોહને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો
Live TV
-
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વન્ય જીવ સપ્તાહ સમારોહના અવસરે પત્ર લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે વન્ય જીવ સપ્તાહ બધા જ પ્રાણીઓના સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વન્ય જીવ સપ્તાહ સમારોહના અવસરે પત્ર લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે વન્ય જીવ સપ્તાહ બધા જ પ્રાણીઓના સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. પત્રમાં તેમણે ભારત દ્વારા આ ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રોજેક્ટ ટાઈગર તથા પ્રોજેક્ટ એલીફન્ટની પ્રશંસા કરી હતી. જીવ સૃષ્ટિનું સંરક્ષણ એ અમારી પરંપરામાં સામેલ છે તેવી વાત પણ તેમણે કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા માઈક્રો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આ પત્ર સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યો છે.