વાવાઝોડાથી પ્રભાવિત બાર્જ પી -305 ના બચેલા લોકોને ઉગારી લેવાના થઇ રહ્યા છે પ્રયાસ
Live TV
-
તાઉ'તે વાવાઝોડું તો શમી ગયું છે પરંતુ તેનાથી થયેલી તારાજીનો સામનો કરવાની કામગીરી ચાલી રહી છે. સમુદ્રના વાવાઝોડાથી પ્રભાવિત બાર્જ પી -305 ના બચેલા લોકોને ઉગારી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. બીજી તરફ તાઉ'તે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોમાં પણ રાહત કામગીરી ચાલી રહી છે. તાઉ તે વાવાઝોડું તો ગુજરાતના સાગરકાંઠાને ટકરાઇને આગળ વધી ગયું પરંતુ તે દરમિયાન સમુદ્રમાં જોખમમાં મુકાયેલા જહાજો પરના લોકોને ઉગારવાની કામગીરી હજી ચાલી રહી છે. આઇએનએસ કોચિ, બાર્જ પી-305ના બચાવી લીધેલા ખલાસીઓને લઇને બુધવારે સવારે મુંબઇ પહોંચ્યું હતું. બાર્જ પી 305 પરના 188 લોકોને અત્યારસુધીમાં ઉગારી લેવામાં આવ્યા છે. 22 મૃતદેહ પણ મળી આવ્યા છે. આઇએનએસ તેગ, આઇએનએસ બેતવા, આઇએનએસ બ્યાસ હજી પણ વિમાન અને હેલિકોપ્ટરની મદદથી બાર્જ પી- 305ના ખલાસીઓને બચાવી લેવાની કામગીરી કરી રહ્યા છે.
