વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે કરી વાત
Live TV
-
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે સવારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતનો અભિગમ હંમેશા સંતુલિત અને જવાબદાર રહ્યો છે અને ભવિષ્યમાં પણ એવો જ રહેશે.
યુએસ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, વિદેશમંત્રી રુબિયોએ બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત સ્થાપિત કરવા વિનંતી કરી છે. ભવિષ્યમાં આવા વિવાદ ટાળવા માટે અમેરિકાએ ચર્ચાઓને સમર્થન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.