વિદેશમંત્રી ડૉ. જયશંકરે ટોકિયો ખાતે યોજાયેલ ક્વાડ સમુહના દેશોની બેઠકમાં લીધો ભાગ
Live TV
-
દેશના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ક્વાડ સમુહની બેઠકમાં ભાગ લેવા જાપાનની મુલાકાતે છે. જ્યા ટોકિયો ખાતે યોજાયેલી આ બેઠકમાં ક્વાડ સમુહના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. આ ક્વાડ સમુહમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ થાય છે.
દેશના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ક્વાડ સમુહની બેઠકમાં ભાગ લેવા જાપાનની મુલાકાતે છે. જ્યા ટોકિયો ખાતે યોજાયેલી આ બેઠકમાં ક્વાડ સમુહના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. આ ક્વાડ સમુહમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કોરોના મહામારીના પડકારો સામે સાથે મળીને લડવાને મુદ્દે ચર્ચા થઇ હતી. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓએ આ બેઠકમાં પોતાના મંતવ્યો અને વ્યુહરચનાઓ રજૂ કરી હતી.
આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે પ્રશાંત હિંદ ક્ષેત્રમાં, સ્થિરતા કાયમ કરવી તે ભારતની પ્રાથમિકતા છે અને ભારત આ સ્થિરતા કાયમ કરવા કટીબદ્ધ છે.
સંયુક્ત બેઠક શરૂ થતાં પહેલાં ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે મુલકાત કરી હતી. ડૉ. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે અનેક ક્ષેત્રે ભાગીદારી વધી રહી હોવાનું જોઇને તેઓ ખુશ છે. તેમણે કહ્યું કે બંને દેશ હિંદ-પ્રશાંત પ્રદેશની સ્થિરતા અને ખુશહાલી માટે સાથે મળીને કામ કરતા રહેશે. ડૉ. એસ.જયશંકર જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.