વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે AI અને ડીપફેક્સથી ઉદ્ભવતા જોખમોથી બચવા જણાવ્યું
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક્સ જેવી નવી ટેક્નોલોજીથી રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત ખતરા અંગે ચેતવણી આપી છે. ગઈકાલે નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, તેમણે સાયબર ક્રાઇમથી ઉદ્ભવતા જોખમોથી બચવા જણાવ્યું હતું.
જયશંકરે આ જોખમો માત્ર સરહદોની સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા અંગે જ નહીં પરંતુ તે રોજિંદા જીવન સાથે સંબંધિત હોવાનું તથા તેમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. ડૉ. જયશંકરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક્સના સમયમાં સામાન્ય વ્યક્તિ પણ બદલાતા વૈશ્વિક સંજોગોને સમજે તે ખૂબ જ જરૂરી હોવા ઉપર ભાર મૂક્યો હતો.