વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીનના ચાર દિવસીય પ્રવાસે
Live TV
-
શાંધાઈ સહયોગ સંગઠન વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે, આ સાથે જ ચીનના વિદેશમંત્રી વાંગ યી ની સાથે પણ મુલાકાત કરશે
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીનના ચાર દિવસીય પ્રવાસ માટે જશે. પોતાની આ યાત્રા દરમિયાન વિદેશમંત્રી શાંધાઈ સહયોગ સંગઠન વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ સાથે તેઓ ચીનના વિદેશમંત્રી વાંગ યી ની સાથે પણ મુલાકાત કરશે. ગત મહિને સ્ટેટ કાઉન્સિલર બનાવ્યા પછી વાંગ યી સાથે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની પ્રથમ બેઠક છે. સ્ટેટ કાઉન્સ્લિર બનાવ્યા પછી વાંગ યીની ગણના ચીન સરકારના ઉચ્ચ શ્રેણીના રાજનાયિકોમાં થાય છે. વાંગ યી ચીનના વિદેશમંત્રીની સાથે સ્ટેટ કાઉન્સિલરનું પદ પણ સંભાળી રહ્યા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ શાંધાઈ સહયોગ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં 24 એપ્રિલે ભાગ લેશે