Skip to main content
Settings Settings for Dark

વિશ્વને ભારતના વસુધૈવ કુટુંબકમમાં સંપૂર્ણ વિશ્વાસ છે : વિદેશમંત્રી

Live TV

X
  • ભારતનો વસુધૈવ કુટુંબકમ ખ્યાલ વિશ્વ માટે માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે દેશના વર્તનની સમજ આપે છે

    વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે જણાવ્યું છે કે બીજા દેશોની જેમ જ ભારત શાંતિની તરફેણ કરે છે. આજે નવી દિલ્હીમાં ભારતની  G-20ની અધ્યક્ષતા અને તેના વૈશ્વિક પ્રભાવ પરના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, યુક્રેન અને રશિયા સંઘર્ષના લીધે ખાતર, અનાજ અને ખનીજ તેલની કિંમતોમાં વધારો થયો છે. 

    G-20ની અધ્યક્ષતામાં ભારતે ઘણી નવી પહેલો કરી છે. તેમણે કહયું કે ભારતે લોકશાહીના મૂલ્યો ઉપર ભાર મૂકીને લોકશાહી બાબતે પોતાની ક્ષમતા પુરવાર કરી છે, અને તેથી જ સમગ્ર વિશ્વ સમુદાય ભારત પાસે ઘણી અપેક્ષા રાખી રહ્યો છે.  

    જયશંકરે કહ્યું છે કે વિશ્વને ભારતના વસુધૈવ કુટુંબકમમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભારતનો આ ખ્યાલ વિશ્વ માટે માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે દેશના વર્તનની સમજ આપે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply