વુહાન રેસ્ક્યુ ઓપરેશનની PM નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વુહાનમાંથી ભારતીયોનું રેસ્ક્યુ કરનારા એર ઈન્ડિયાના ચાલક દળ અને સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રશંસા કરી..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વુહાન રેસ્ક્યુ ઓપરેશનની પ્રશંસા કરી, જેમણે વુહાનમાં ફસાયેલા ભારતીયો માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું...પ્રધાનમંત્રીએ રેસ્ક્યુ ઓપરેશનની ટીમના સભ્યોને પ્રશંસા પત્ર જારી કર્યો છે...આ પત્ર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી દ્વારા ચાલક દળને સોંપવામાં આવશે..
એર ઈન્ડિયાએ વુહાન શહેરથી એક ઈમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું...વુહાન શહેર કે જે કોરોના વાયરસથી વધારે સંક્રમિત છે...આ ક્ષેત્રની ગંભીર સ્થિતિથી જાણકાર હોવા છતાં, એર ઈન્ડિયાએ એર ઈન્ડિયાની ટીમ સાથે બે B-747 વિમાન મોકલ્યા અને સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયની બે ટીમોએ સતત બે દિવસ એટલે કે 31 જાન્યુઆરી 2020 અને 1 ફેબ્રુઆરી 2020 સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું...
