વૈશ્વિક સ્ટાર્ટઅપ સ્પેસ માટે ભારત એક નવી આશા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધન કયું હતું. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો ભારત આજે વૈશ્વિક સ્ટાર્ટઅપ સ્પેસ માટે એક નવી આશા, નવી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે તો તેની પાછળ એક સુવિચારિત વિઝન છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લીધા છે. યોગ્ય સમયે સ્ટાર્ટઅપ પર કામ શરૂ કર્યું. ઘણા લોકો સ્ટાર્ટઅપ લોન્ચ કરે છે, પરંતુ રાજકારણમાં આવું ઘણું બને છે અને વારંવાર લોન્ચ કરવું પડે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમારા અને તેમની વચ્ચે તફાવત એ છે કે તમે લોકો પ્રયોગશીલ છો, જો એક લોન્ચ ન થાય તો તમે તરત જ બીજા પર જાઓ છો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે ત્યારે મને લાગે છે કે આ સ્ટાર્ટઅપ મહાકુંભનું ખૂબ મહત્વ છે. છેલ્લા દાયકાઓમાં, અમે જોયું છે કે કેવી રીતે ભારતે IT અને સોફ્ટવેર ક્ષેત્રમાં તેની છાપ છોડી છે. હવે આપણે ભારતમાં ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઈ રહ્યા છીએ.