Skip to main content
Settings Settings for Dark

શરાબ નીતિ કૌભાંડ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ફટકો

Live TV

X
  • EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા સામે પણ કાર્યવાહી કરી

    શરાબ નીતિ કૌભાંડ બાબતે દિલ્હીના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે. તેમજ EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા સામે પણ કાર્યવાહી કરી  છે. 

    અરવિંદ કેજરીવાલ આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થશે. દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્રાયલ કૉર્ટના સમન્સ પર રોક લગાવવાની માગ કરી હતી, પરંતુ ટ્રાયલ કૉર્ટના સમન્સ પર રોક લગાવવા પર સેશન્સ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. EDએ અરવિંદ કેજરીવાલને 8 સમન્સ પાઠવ્યા હતા, પણ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. બીજી તરફ આ જ બાબતે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતા સામે મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા BRS નેતા કે.કવિતાની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે.ED દ્વારા કે.કવિતાને બે વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ હાજર ન રહેતા EDએ હૈદરાબાદ સ્થિત તેમના ઘરે રેડ પાડી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply