શાળાને ફરી શરૂ કરવી કે નહીં તેના કરતાં સૌથી મોટો પડકાર શાળાઓને સુરક્ષિત બનાવવાનો
Live TV
-
કોવિડ-19ની સૌથી મોટી અસર મોટાભાગના ક્ષેત્રો પર થઇ રહી છે. તેમાં શિક્ષણ પણ બાકાત નથી રહ્યું. છેલ્લા છ મહિના કરતાં વધુ સમય સુધી શાળાના બાળકો શિક્ષણથી વંચિત રહ્યાં છે. તેમાંય વિશ્વના 190 દેશોના 1.6 અબજ બાળકો શાળાએ જઇ શક્યાં નથી.. ભારતની જ વાત કરીએ તો 250 મિલિયન વિદ્યાર્થીઓ શાળામાં પહોંચી શક્યા નથી.
હવે સરકાર માટે શાળાઓ ફરી શરૂ કરવી તે સૌથી મોટો પડકાર સમાન છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ પણ છે કે બાળકો માટે શાળાઓ ફક્ત શિક્ષણ માટે જ નહીં પરંતુ આરોગ્ય, પોષણ અને સલામતી માટે સ્વર્ગ સમાન સાબિત થાય છે. શાળાઓ બંધ હોવાને કારણે સૌથી મોટી અસર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે લાલા કિલ્લા ખાતે શાળાના બાળકોની ગેરહાજરીનો અંગુલીનિર્દેશ કર્યો હતો અને કોરોના વાઇરસે બાળકોને શાળાએ જતાં અટકાવ્યાં છે તેવો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
➡️શાળાઓ ફરી આંશિક રીતે ખુલે તે માટે સંશય
જોકે શાળાઓ ફરી આંશિક રીતે ખુલે તે માટે સંશય તો છે જ. અનલૉક-4માં સરકારે 21મી સપ્ટેમ્બરથી શિક્ષકોના માર્ગદર્શન માટે વાલીઓની સંમતિ અને લેખિત બાંહેધરી પત્ર સાથે શાળાઓ ફરી શરૂ કરવાની વાત કરવામાં આવી હતી જોકે હાલની સ્થિતિમાં તે શક્ય નથી. કેન્દ્ર સરકારની કડક માર્ગદર્શિકાના આધારે શક્ય બની શકે તેવા ઉજળા સંજોગો જોવામાં આવી રહ્યાં છે. પરંતુ હજી તે ચોક્કસ નથી હજુ તેમાં કેટલીક અનિશ્ચિતતાઓ પણ છે.
➡️સુપર સ્પ્રેડર્સ નથી
જોકે શાળાઓ ફરી શરૂ કરવાના મામલે તમામ રાજ્યો પોતપોતાની સ્થિતિ વિશે વિચારે છે. કેટલાંક રાજ્યો હજુ પણ શાળાઓ બંધ રાખવાના પક્ષમાં છે. ખાસ કરીને ગુજરાત સરકારે પણ સપ્ટેમ્બરના અંત સુધી શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે તો કેટલાક રાજ્યો એવા પણ છે જેમણે નક્કી કર્યું છે કે, જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સામાન્ય ન થાય અને અનલૉકની નવી માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી તેને ફરી શરૂ કરવા માંગતાં નથી. હાલમાં જ બિહારમાં થયેલા એક સર્વેમાં જે તારણો બહાર આવ્યાં છે તે પ્રમાણે 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓના 85 ટકા વાલીઓ શાળાઓ ફરી શરૂ કરવાના પક્ષમાં છે. થોડા સમય માટે શાળાઓ ફરી ધમધમી શકે તેવી શક્યતા સર્વે બાદ જોવામાં આવી રહી છે.
➡️વૈશ્વિક સ્તરે શાળાઓને કોવિડ-19ના હોટસ્પોટ તરીકે નથી
આ અંગે યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોનસે કહ્યું હતું કે પબ્સ બંધ કરવા પડશે જેથી શાળાઓ ફરી શરૂ કરી શકાય. જોકે અમેરિકામાં શાળાઓ ફરી શરૂ કરવાને કારણે ઘણી સમસ્યા સર્જાઇ હતી અને કેટલાય બાળકો કોરોનાગ્રસ્ત થયાં હતા. નોંધનીય છે કે, શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓને અને શિક્ષણ જગતને સૌથી મોટું નુકસાન થયું છે. કોરોનાનો ચેપ ઘટાડવા માટેની જે ચર્ચા છે તે એક જટીલ અને લંબાણપૂર્વકની ચર્ચા માંગી લે તેમ છે.
➡️ઓનલાઇન શિક્ષણની પણ ચારેતરફ ચર્ચા છે અને તેનો થઇ રહ્યો છે અમલ
તેની દૂરગામી અસરો પણ જોવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં ઓનલાઇન એજ્યુકેશનને કારણે ઓછી આવક વાળા પરિવારના વિદ્યાર્થીઓને વધુ શોષાવાનો વારો આવ્યો છે. જેને કારણે આવા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘણુ અંતર પડી જાય છે.. અને ભણવામાં આવા વિદ્યાર્થીઓ પાછળ પડી જાય છે.
➡️ઓન લાઇન અને નોન લાઇન શિક્ષણ
કોવિડ-19ની અગ્નિ પરીક્ષા વચ્ચે ભારતમાં શિક્ષક આધારિત શાળાઓની સંખ્યા ઘણી વ્યાપક અને વિશાળ છે...ત્યારે ખાનગી અને સરકારી શાળાઓમાં ડિજીટલના માધ્યમ દ્વારા શિક્ષણ આપવા માટે ઉત્સુક છે જેને કારણે શાળાઓમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ફરી ભરી શકાય. તેમાંય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારા છ લાખ ગામડાઓમાં ફાયબર ઓપ્ટિક પહોંચાડવાની જાહેરાતે શિક્ષણજગતમાં અને ખાસ કરીને ગામડાંઓની શાળાઓ માટે પ્રાણવાયુ પૂરવાનું કામ કર્યું છે. જોકે સિક્કિમ અને કર્ણાટક સહિતના કેટલાંક વિસ્તારોના શિક્ષકોના અહેવાલ મુજબ ડિજીટલ દુનિયાથી જોજનો દૂર રહેનારા બાળકોને શોધવા અને તેમને પરત લાવવાની કામગીરી સૌથી મોટી પડકારરૂપ છે..
➡️બાળ પ્રાકૃતિક રહેઠાણ
ભારતની શાળાઓ એવા કેન્દ્રો છે જ્યાં બાળકો શીખે છે, ખાય છે, રમે છે, સલામતી અને સલામત બનીને બાળસહજ પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થાય છે. આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સાથે શાળાઓમાં કે જ્યાં તેઓ સામાજિક અને ભાવનાત્મક રીતે વિકસિત બને છે. સૌથી મોટુ શાળાઓનું આકર્ષણ બાળકો માટે મધ્યાહ્નન ભોજન યોજના છે. આ યોજનાને કારણે બાળકોને પોષણક્ષમ બનાવે છે. જોકે તેની સામે શાળાઓ બહારના બાળકો દુર્વ્યવહાર, હિંસા, હેરફેર, સસ્તા મજૂર અને બાળ લગ્ન જેવા દૂષણોનો ભોગ બને છે...બાળકો માટે તે વધુ જોખમી છે. આવા તારણો કેટલાંક સંસોધનો સરવે અને અભ્યાસના આધારે પ્રકાશમાં આવી રહ્યાં છે..
➡️શાળાઓ સુધી બાળકોને પરત લાવવા સહિયારા પ્રયાસો જરૂરી
સૌથી મહત્વપૂર્ણ બાબતએ છે કે જેઓ શાળાઓને ફરી શરૂ કરવાના પક્ષમાં છે તેમણે પણ સંમત થવું પડશે કે સલામત રીતે બાળકોને શાળામાં પરત લાવવા માટે શાળાઓ, શિક્ષકો,વાલીઓ અને તંત્ર દ્વારા સઘન અને સહિયારા પ્રયાસો કરવા પડશે. શાળાઓમાં સંક્રમણ ન ફેલાય તે માટેના તમામ પગલાં અનિવાર્ય આવશ્યકતા બની જાય છે. જરૂરી તમામ સુવિધાઓ , પુનર્વસન અને રિકવરી યોજનાઓ બનાવવી પડશે અને તેના અસરકારક અમલ માટે તૈયાર રહેવું પડશે...
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ દ્વારા કહેવાયું હતું કે પહેલાં શાળાઓમાં શુધ્ધ, સ્વચ્છ અને ચેપ ન ફેલાય તેવી સેવાઓની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શાળાઓ ફરી શરૂ કરતાં પહેલાં તમામ જરૂરી પગલાં લેવા ઉપર પણ ભાર મૂક્યો હતો. હાલમાં જ જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં ચિંતા દર્શાવવામાં આવી હતી કે વિશ્વના 820 મિલિયન બાળકો માટે હાથ ધોવાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેને કારણે બાળકોમાં કોવિડ-19નું સંક્રમણ અને અન્ય રોગો ફેલાવવાની શક્યતા વધી છે.
યુએન એજન્સીઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અથવા શાળા ફરી શરૂ કરવા અંગેના શિક્ષણ મંત્રાલયની કોઈપણ માર્ગદર્શિકામાં અનિવાર્યપણે વિસ્તૃત સ્વચ્છતા પ્રોટોકોલ શામેલ હશે - શુધ્ધ પાણીની પ્રાપ્તિ, સાબુવાળા હેન્ડવોશિંગ સ્ટેશનો અને સલામત શૌચાલયોની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.
➡️સ્વચ્છ ભારત મિશનની ભૂમિકા મહત્વપૂર્ણ
અત્યારના કપરાકાળમાં સ્વચ્છ ભારત મિશનનો વારસો નિર્ણાયક સાબિત થઇ રહ્યો છે. સ્વચ્છ ભારત મિશનના પ્રારંભિક સમયમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટેના અલગ અલગ શૌચાલયોની વ્યવસ્થા, તમામ શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા તેમજ તેની મરામત અને નિભાવણીના આયોજનની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા પ્રત્યેના અભિગમ કેળવવા અંગેના સ્વચ્છ ભારત બનાવવાના એક જનઆંદોલન તરીકે સ્વિકારાયુ છે...તેમજ આજના સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના સમયમાં 2019થી શાળાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. ત્યારે કોવિડ-19 સામેની લડતમાં અને 1.6 મિલિયન શાળાઓ ફરી શરૂ કરવા માટેના પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે..
શાળાઓમાં હાલની સુવિધાઓ અને વ્યવસ્થાઓની પુનર્વિચારણા અને તેનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂરીયાત છે. તેમાંય પ્રવર્તમાન કોવિડ-19 પ્રોટોકોલ્સ અને તેની માર્ગદર્શિકા અનુસાર ક્લાસરૂમમાં સોસિયલ ડિસ્ટન્સનું પાલન થાય , વધુને વધુ જગ્યા મળે , ટેસ્ટ અને સારવાર એકમો નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્રોતની ઉપલબ્ધતાં માટે સમય માંગી લે તેમ છે. શાળાઓને પુનઃ શરૂ કરવાના સહિયારા પ્રયાસની આવશ્યકતા છે તે માટે નીતિઓ, નાણાકીય સહાય દ્વારા શક્ય બની શકે તેમ છે.. ભારતીય બાળકોના ભલા માટે તમામ તૈયારીઓ જરૂરી છે અને તો જ કોરોના સામેનો જંગ જીતી શકાશે.( નોંધઃ અક્ષય રાઉત, પૂર્વ ડાયરેકટર જનરલ (સ્પેશ્યલ પ્રોજેક્ટસ) , સ્વચ્છ ભારત મિશન, હાલમાં તેઓ ઓરિસ્સાની સેન્ટ્રલ યુનિવર્સિટિના વિઝીટીંગ પ્રોફેસર છે. આ લેખમાં તેમનો મત વ્યક્તિગત છે )
