શાહીનબાગ પર SCનો ચુકાદો, કહ્યું, 'જાહેરસ્થળો પર કબજો રાખી શકાય નહીં'
Live TV
-
સર્વોચ્ચના આદેશ માટે રાહ જોયા વગર આવાં સ્થળોને અડચણમુક્ત રાખવા વહીવટીતંત્રને જણાવ્યું
દેશની રાજધાની નવી દિલ્હી ખાતે સીએએના વિરોધમાં ચાલી રહેલ પ્રદર્શનના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં દિલ્હીના શાહીન બાગ ખાતે પ્રદર્શન કરી રહેલાં પ્રદર્શનકારીઓને સુપ્રિમ કોર્ટે ફટકાર લગાવી છે.
સુપ્રિમ કોર્ટે આ અરજી અંગે નિર્ણય આપતાં કહ્યું કે, વિરોધ પ્રદર્શન માટે શાહીન બાગ જેવા સાર્વજનિક સ્થળ પર કબજો કરવો યોગ્ય નથી. તેમજ આવા સાર્વજનિક સ્થળો પર અનિશ્ચિત કાળ સુધી કબજો કરી શકાય નહીં.
સાથે જ સુપ્રિમ કોર્ટે એવું પણ કહ્યું છે કે, શાહીન બાગ વિસ્તારમાંથી લોકોને ખસેડવા માટે દિલ્હી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. નોંધનીય છે કે, આ પ્રદર્શનોને કારણે કેટલાક મહિનાઓ સુધી શાહીન બાગ વિસ્તારમાં આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો.