શેરબજાર સપાટ બંધ, સેન્સેક્સ 53 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,300ને પાર
Live TV
-
BSE પર સેન્સેક્સ 53 પોઈન્ટના ઘટાડા સાથે 79,996.60 પર બંધ રહ્યો હતો તો NSE પર નિફ્ટી 0.09 ટકાના વધારા સાથે 24,323.85 પર બંધ થયો હતો.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસ એટલે કે શુક્રવારે શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 53 પોઈન્ટના ઘટાડા સાથે 79,996.60 પર બંધ રહ્યો હતો તો NSE પર નિફ્ટી 0.09 ટકાના વધારા સાથે 24,323.85 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન, એલએન્ડટી, એચયુએલ, SBI, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વિપ્રો સેન્સેક્સમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે HDFC બેન્ક, ટાઇટન કંપની, ટાટા સ્ટીલ, M&M અને ઇન્ડસઈન્ડ બેન્ક ટોપ લુઝર્સની યાદીમાં હતા.
તો, રેલ વિકાસ નિગમ, યસ બેંક, રેમન્ડ, વર્ધમાન ટેક્સટાઈલના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જેની સામે HDFC બેંક, એસ્ટ્રાઝેનેકા, વેદાંત ફેશન, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. ઓટો, બેંક, આઈટી, રિયલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, ઈલેક્ટ્રિસિટીમાં ખરીદારી જોવા મળી હતી.
આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ મુખ્ય ખાનગી ધિરાણકર્તા HDFC બેંક હતું. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં લોનમાં ઘટાડો થવાના બેન્કના અહેવાલે બજારનું સેન્ટિમેન્ટ નબળું પાડ્યું છે.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 287 પોઈન્ટના ઘટાડા સાથે 79,685.45 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.37 ટકાના ઘટાડા સાથે 24,213.35 પર ખુલ્યો હતો.
