સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં હરિયાણા પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે હરિયાણાના કુરુક્ષેત્રમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં હરિયાણા પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર યુનિવર્સિટી દ્વારા દ્રૌપદી કૂપ વિસ્તારમાં હરિયાણા પેવેલિયનની સ્થાપના કરવામાં આવી છે. યુવા કલાકારો આ પેવેલિયનમાં હરિયાણાની લોક કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે, જ્યારે હરિયાણાના પ્રાચીન સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો એક અનોખો પ્રયાસ પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર યુનિવર્સિટીના શ્રીમદ્ ભગવદ્ ગીતા સદનમાં આવતીકાલે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ગીતા પરિસંવાદનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં ભારત અને વિદેશના વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે.
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે કુરુક્ષેત્રમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવ ઉપરાંત, વિદેશ મંત્રાલયના સમર્થનથી 50 દેશોમાં ગીતા જયંતિ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશ આ વખતે કુરુક્ષેત્રમાં ભાગીદાર રાજ્ય છે.
