સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી લંડનની બે દિવસીય મુલાકાતે
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી લંડનની બે દિવસીય મુલાકાતે છે. તેમની સાથે સંરક્ષણ મંત્રાલયનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી લંડનની બે દિવસીય મુલાકાતે છે. તેમની સાથે સંરક્ષણ મંત્રાલયનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. તેમાં DRDO, સર્વિસ હેડક્વાર્ટર, ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે.
આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ તેમના બ્રિટિશ સમકક્ષ ગ્રાન્ટ શેપ્સ સાથે વાતચીત કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા અને ઔદ્યોગિક સંરક્ષણ સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, રક્ષા મંત્રી બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને વિદેશ મંત્રી ડેવિડ કેમરનને પણ મળે તેવી શક્યતા છે. સાથોસાથ, તેઓ બ્રિટનના સંરક્ષણ ઉદ્યોગના સીઈઓ અને ઉદ્યોગ નેતાઓને મળવા ઉપરાંત રાજનાથ ભારતીય સમુદાયને પણ મળશે.