Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 'મંથન 2025'નું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 'મંથન 2025'નું ઉદ્ઘાટન કરશે, 'વિકસિત ભારત @2047' પર થશે ચર્ચા

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન 'મંથન 2025' નું ઉદ્ઘાટન કરશે. આ સંમેલનનું આયોજન સંરક્ષણ સંપદા મહાનિર્દેશાલય (Directorate General of Defence Estates) દ્વારા કરવામાં આવશે અને તેનો મુખ્ય વિષય "વિકસિત ભારત @2047 માટે વ્યૂહાત્મક કાર્ય યોજના" હશે.

    આ સંમેલનમાં સંરક્ષણ ક્ષેત્રે જમીન વ્યવસ્થાપન, આધુનિક ડિજિટલ સાધનોનો ઉપયોગ, અને ટેકનોલોજીનો લાભ લેવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, સંરક્ષણ સંપદા વિભાગની ભૂમિકાને મજબૂત બનાવવા માટેની વ્યૂહરચનાઓ પણ ચર્ચાનો વિષય રહેશે.

    મુખ્ય મુદ્દાઓ અને ચર્ચા સત્રો

    સંમેલનમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા જ્ઞાનવર્ધક સત્રો અને વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન કરવામાં આવશે. આ સત્રોમાં સંરક્ષણ જમીન વ્યવસ્થાપનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

    ઉદ્ઘાટન સત્રમાં સંરક્ષણ સંપદા વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં હાથ ધરવામાં આવેલી શ્રેષ્ઠ પહેલો અને સિદ્ધિઓ પર વિશેષ રજૂઆત કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2047 સુધીમાં "વિકસિત ભારત"ના લક્ષ્યને હાંસલ કરવા માટે એક મજબૂત પાયો તૈયાર કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply