સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે મણિપુરના બજેટ પર ચર્ચા
Live TV
-
સંસદના બંને સત્રમાં આજે વિવિધ મંત્રાયલયના અનુદાન પર ચર્ચા, લોકસભામાં મણિપુર બજેટ અને વોટિંગ પર ચર્ચા થશે
સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે મણિપુરના બજેટ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ મણિપુર માટે વર્ષ 2024-25ની અનુદાનની માંગ અને વર્ષ 2025-26ના લેખાનુદાન પર ચર્ચા કરવામાં આવશે.
લોકસભામાં ઈમિગ્રેશન અને ફોરેનર્સ બીલ 2025 પણ સૂચીબદ્ધ છે. ગૃહમંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવનાર આ વિધેયકના માધ્યમથી રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતા પર જો કોઈ હાની પહોંચે તો કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં રહેવા અને પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી શકે છે. આ વિધેયક ગૃહમંત્રાલયને કેટલાક મહત્વના હક અને અધિકાર આપશે તો બીજી તરફ રાજ્યસભામાં આજે શિક્ષા મંત્રાલયના કામકાજ પર ચર્ચા કરવામાં આવશે.